Tuesday, July 10, 2018

માગું હું તે આપ, પ્રભુજી


માગું હું તે આપ, પ્રભુજી
માગું હું તે આપ, પ્રભુજી !
માગું હું તે આપ.
ના માંગુ ધન વૈભવ એવા
મન દેખી મલકાય,
ભલે રહું હું દીન તોય લઉં ના
ગરીબ કેરી હાય !
એવું હૈયાનું બળ આપ, પ્રભુજી ! ... માગું

ઉંચા નીચા ભેદ ન જાણું,
સૌને ચાહું સમાન
સૌને આવું હું ખપમાં મુજ
કાયા વજ્ર સમાન
એવું શરીરનું બળ આપ, પ્રભુજી ! ... માગું

કરતાં કાર્ય જગે સેવાનાં
જો કદી થાકી જવાય
કાયા થાકે મન નવ થાકે
જીવતર ઉજળું
એવું મનનું બળ તું આપ, પ્રભુજી ! ... માગું


માડી તારા મંદિરીયે ઘંટારવ થાય



માડી તારા મંદિરીયે ઘંટારવ થાય
વાગે નગારું ને ચમ્મર વિંઝાય


હે જગદંબા મા, તારે શરણે અમે કંકુ વિખાવ્યા
પગલા પાડો માં, અમે તારા ગરબા કોરાવ્યા
માડી તારા ઘુમ્મટમાં ઘંટારવ થાય…

જ્યાં જ્યાં ઘંટારવ, ત્યાં ત્યાં માડી તારા દર્શન
ઘંટારવમાં પૂજા ને ઘંટારવમાં અર્ચન
માડી તારી રગરગમાં ઘંટારવ થાય

જાગો મા.. જાગો મા..
જગભરમાં ઘંટારવ થાય..
ચારેકોર ચેતનની ચમ્મર ઢોળાય

માડી કેરા ઘુંઘટમાં ઘંટારવ થાય
વાગે નગારું ને ચમ્મર વિંઝાય

માડી તારા મંદિરીયે ઘંટારવ થાય…
ઘંટારવ થાય…
ઘંટારવ થાય…

Tuesday, July 3, 2018

સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ

સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ
સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ !
સૌનું કરો કલ્યાણ.

નરનારી પશુપંખીની સાથે,
જીવજંતુનું તમામ ... દયાળુ પ્રભુ

જગના વાસીઓ સૌ સુખ ભોગવે,
આનંદ આઠે જામ ... દયાળુ પ્રભુ

દુનિયામાં દર્દ-દુકાળ પડે નહિ,
લડે નહિ કોઇ ગામ ... દયાળુ પ્રભુ

સર્વ જગે સુખાકારી વધે ને,
વળી વધે ધનધાન્ય ... દયાળુ પ્રભુ

કોઇ કોઇનું બૂરું ન ઇચ્છે,
સૌનું ઇચ્છે સૌ સમાન ... દયાળુ પ્રભુ

પોતપોતાના ધર્મ પ્રમાણે,
સર્વ ભજે ભગવાન ... દયાળુ પ્રભુ

saunu karo kalyan dayalu prabhu gujrati prarthana lyrics


મને કહોને પરમેશ્વર કેવા હશે ?

મને કહોને પરમેશ્વર કેવા હશે ?
મને કહોને પરમેશ્વર કેવા હશે ?
ક્યાં રહેતા હશે, શું કરતા હશે ?
ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને,
તારાને ગૂંથનારા કેવા હશે ? ... મને કહોને

આંબાની ઊંચી ડાળે ચડીને,
મોરોને મૂકનાર કેવા હશે ? ... મને કહોને

મીઠા એ મોરોના સ્વાદ ચખાડી,
કોયલ બોલાવનાર કેવા હશે ? ... મને કહોને

ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી,
ધૂ ધૂ ગજાવનાર કેવા હશે ? ... મને કહોને

મનેય મારી માડીને ખોળે,
હોંસે હુલાવનાર કેવા હશે ? ... મને કહોને


મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે

મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે;
પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખણહારા રે ... મંદિર તારું

નહિ પૂજારી નહિં કો દેવા,
નહિ મંદિરને તાળાં રે;
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે ... મંદિર તારું

વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે;
મંદિરમાં તું ક્યાં છુપાયો,
શોધે બાલ અધીરા રે ... મંદિર તારું



જીવન જ્યોત જગાવો પ્રભુ હે જીવનજ્યોત જગાવો.

જીવનજ્યોત જગાવો પ્રભુ હે જીવનજ્યોત જગાવો.
ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,
આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો
અમને રડવડતાં શીખવાડો ... પ્રભુ હે

વણદીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો,
વણ જહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો,
અમને ઝળહળતાં શીખવાડો ... પ્રભુ હે

ઊડતાં અમ મનનાં ફૂલડાંને રસથી સભર બનાવો,
જીવનનાં રંગો ત્યાં ભરવા પીંછી તમારી ચલાવો,
અમને મઘમઘતાં શીખવાડો ... પ્રભુ હે

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાના ઝરણાં નાનાને સાગર જેવું બનાવો,
અમને ગરજંતા શીખવાડો ... પ્રભુ હે

અમ જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો,
સ્નેહશક્તિ બલિદાન-નીરથી ભરચક ધાર ઝરાવો,
અમને સ્થળ સ્થળમાં વરસાવો ... પ્રભુ હે


પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.
સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.
પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.
પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.
પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, - તુજ ચરણમાં નાથ જી ધરું.


અમે તો તારાં નાનાં બાળ

અમે તો તારાં નાનાં બાળ,
અમારી તું લેજે સંભાળ ... અમે તો તારાં.
ડગલે પગલે ભૂલો અમારી,
દે સદબુદ્ધિ ભૂલો વિસારી,
તુજ વિણ કોણ લેશે સંભાળ ... અમે તો તારાં.

દીનદુઃખિયાના દુઃખ હરવાને,
આપો બળ મને સહાય થવાને,
અમ પર પ્રેમ ઘણો વરસાવ ... અમે તો તારાં.

બાલ જીવન અમ વીતે હર્ષે,
ના દુનિયાની મલિનતા સ્પર્શે,
અમારું હસવું રહે ચિરકાળ ... અમે તો તારાં.


ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ.

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ.

પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય.

અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય.

સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત.

વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ.

આસપાસ આકાશમાં, હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિનો વાસ.

ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.

ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ.

જોવા આપી આંખડી, સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન.

ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર
પૃથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર.

તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ.

અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર.

કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ.

ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ.

મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ.



o ishvar bhajiye tane motu chhe tuj naam gujarati prarthana lyrics

શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવભય દારૂણમ

શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવભય દારૂણમ,
નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ . . શ્રી રામ

કંદર્પ અગણિત અમિત છબી નવ નીલ નીરજ સુંદરમ,
પટ પીત માનહુ તડીત રૂચિસુચિ નવમી જનકસુતાવરમ . . શ્રી રામ

ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ,
રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ્ર દશરથ નંદનમ . . શ્રી રામ

શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ,
આજાન્ ભૂજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દુષણમ . . શ્રી રામ

ઈતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિજન રંજનમ,
મમ હૃદયકુંજ નિવાસ કરુ કામાદી ખલ દલ ગંજનમ . . શ્રી રામ

શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવભય દારૂણમ,
નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ . . શ્રી રામ