Tuesday, July 10, 2018

માગું હું તે આપ, પ્રભુજી


માગું હું તે આપ, પ્રભુજી
માગું હું તે આપ, પ્રભુજી !
માગું હું તે આપ.
ના માંગુ ધન વૈભવ એવા
મન દેખી મલકાય,
ભલે રહું હું દીન તોય લઉં ના
ગરીબ કેરી હાય !
એવું હૈયાનું બળ આપ, પ્રભુજી ! ... માગું

ઉંચા નીચા ભેદ ન જાણું,
સૌને ચાહું સમાન
સૌને આવું હું ખપમાં મુજ
કાયા વજ્ર સમાન
એવું શરીરનું બળ આપ, પ્રભુજી ! ... માગું

કરતાં કાર્ય જગે સેવાનાં
જો કદી થાકી જવાય
કાયા થાકે મન નવ થાકે
જીવતર ઉજળું
એવું મનનું બળ તું આપ, પ્રભુજી ! ... માગું


માડી તારા મંદિરીયે ઘંટારવ થાય



માડી તારા મંદિરીયે ઘંટારવ થાય
વાગે નગારું ને ચમ્મર વિંઝાય


હે જગદંબા મા, તારે શરણે અમે કંકુ વિખાવ્યા
પગલા પાડો માં, અમે તારા ગરબા કોરાવ્યા
માડી તારા ઘુમ્મટમાં ઘંટારવ થાય…

જ્યાં જ્યાં ઘંટારવ, ત્યાં ત્યાં માડી તારા દર્શન
ઘંટારવમાં પૂજા ને ઘંટારવમાં અર્ચન
માડી તારી રગરગમાં ઘંટારવ થાય

જાગો મા.. જાગો મા..
જગભરમાં ઘંટારવ થાય..
ચારેકોર ચેતનની ચમ્મર ઢોળાય

માડી કેરા ઘુંઘટમાં ઘંટારવ થાય
વાગે નગારું ને ચમ્મર વિંઝાય

માડી તારા મંદિરીયે ઘંટારવ થાય…
ઘંટારવ થાય…
ઘંટારવ થાય…

Tuesday, July 3, 2018

સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ

સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ
સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ !
સૌનું કરો કલ્યાણ.

નરનારી પશુપંખીની સાથે,
જીવજંતુનું તમામ ... દયાળુ પ્રભુ

જગના વાસીઓ સૌ સુખ ભોગવે,
આનંદ આઠે જામ ... દયાળુ પ્રભુ

દુનિયામાં દર્દ-દુકાળ પડે નહિ,
લડે નહિ કોઇ ગામ ... દયાળુ પ્રભુ

સર્વ જગે સુખાકારી વધે ને,
વળી વધે ધનધાન્ય ... દયાળુ પ્રભુ

કોઇ કોઇનું બૂરું ન ઇચ્છે,
સૌનું ઇચ્છે સૌ સમાન ... દયાળુ પ્રભુ

પોતપોતાના ધર્મ પ્રમાણે,
સર્વ ભજે ભગવાન ... દયાળુ પ્રભુ

saunu karo kalyan dayalu prabhu gujrati prarthana lyrics


મને કહોને પરમેશ્વર કેવા હશે ?

મને કહોને પરમેશ્વર કેવા હશે ?
મને કહોને પરમેશ્વર કેવા હશે ?
ક્યાં રહેતા હશે, શું કરતા હશે ?
ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને,
તારાને ગૂંથનારા કેવા હશે ? ... મને કહોને

આંબાની ઊંચી ડાળે ચડીને,
મોરોને મૂકનાર કેવા હશે ? ... મને કહોને

મીઠા એ મોરોના સ્વાદ ચખાડી,
કોયલ બોલાવનાર કેવા હશે ? ... મને કહોને

ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી,
ધૂ ધૂ ગજાવનાર કેવા હશે ? ... મને કહોને

મનેય મારી માડીને ખોળે,
હોંસે હુલાવનાર કેવા હશે ? ... મને કહોને


મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે

મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે;
પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખણહારા રે ... મંદિર તારું

નહિ પૂજારી નહિં કો દેવા,
નહિ મંદિરને તાળાં રે;
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે ... મંદિર તારું

વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે;
મંદિરમાં તું ક્યાં છુપાયો,
શોધે બાલ અધીરા રે ... મંદિર તારું



જીવન જ્યોત જગાવો પ્રભુ હે જીવનજ્યોત જગાવો.

જીવનજ્યોત જગાવો પ્રભુ હે જીવનજ્યોત જગાવો.
ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,
આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો
અમને રડવડતાં શીખવાડો ... પ્રભુ હે

વણદીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો,
વણ જહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો,
અમને ઝળહળતાં શીખવાડો ... પ્રભુ હે

ઊડતાં અમ મનનાં ફૂલડાંને રસથી સભર બનાવો,
જીવનનાં રંગો ત્યાં ભરવા પીંછી તમારી ચલાવો,
અમને મઘમઘતાં શીખવાડો ... પ્રભુ હે

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાના ઝરણાં નાનાને સાગર જેવું બનાવો,
અમને ગરજંતા શીખવાડો ... પ્રભુ હે

અમ જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો,
સ્નેહશક્તિ બલિદાન-નીરથી ભરચક ધાર ઝરાવો,
અમને સ્થળ સ્થળમાં વરસાવો ... પ્રભુ હે


પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.
સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.
પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.
પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.
પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, - તુજ ચરણમાં નાથ જી ધરું.


અમે તો તારાં નાનાં બાળ

અમે તો તારાં નાનાં બાળ,
અમારી તું લેજે સંભાળ ... અમે તો તારાં.
ડગલે પગલે ભૂલો અમારી,
દે સદબુદ્ધિ ભૂલો વિસારી,
તુજ વિણ કોણ લેશે સંભાળ ... અમે તો તારાં.

દીનદુઃખિયાના દુઃખ હરવાને,
આપો બળ મને સહાય થવાને,
અમ પર પ્રેમ ઘણો વરસાવ ... અમે તો તારાં.

બાલ જીવન અમ વીતે હર્ષે,
ના દુનિયાની મલિનતા સ્પર્શે,
અમારું હસવું રહે ચિરકાળ ... અમે તો તારાં.


ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ.

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ.

પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય.

અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય.

સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત.

વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ.

આસપાસ આકાશમાં, હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિનો વાસ.

ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.

ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ.

જોવા આપી આંખડી, સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન.

ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર
પૃથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર.

તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ.

અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર.

કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ.

ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ.

મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ.



o ishvar bhajiye tane motu chhe tuj naam gujarati prarthana lyrics

શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવભય દારૂણમ

શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવભય દારૂણમ,
નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ . . શ્રી રામ

કંદર્પ અગણિત અમિત છબી નવ નીલ નીરજ સુંદરમ,
પટ પીત માનહુ તડીત રૂચિસુચિ નવમી જનકસુતાવરમ . . શ્રી રામ

ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ,
રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ્ર દશરથ નંદનમ . . શ્રી રામ

શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ,
આજાન્ ભૂજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દુષણમ . . શ્રી રામ

ઈતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિજન રંજનમ,
મમ હૃદયકુંજ નિવાસ કરુ કામાદી ખલ દલ ગંજનમ . . શ્રી રામ

શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવભય દારૂણમ,
નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ . . શ્રી રામ


Friday, June 1, 2018

વંદે દેવી શારદા.

વંદે દેવી શારદા..... વંદે દેવી શારદા...........
ઉર વીણા હું બજાવું....... બજાવું (૨) વંદે દેવી શારદા


મંગલ ઉત્સવ આજ અનેરો (૨)
મોતિ થકી હું વધાવું......વધાવું (૨) વંદે દેવી શારદા


ચંદ્રિકાના ધવલ પ્રકાશે..........(૨)
આરતી હું ઉતરાવું........ ઉતરાવું..........(૨) વંદે દેવી શારદા


ચિર મનોહર પટકુળ પહેરી...............(૨)
મયુર વિહાણીની આવો આવો.............. વંદે દેવી શારદા

યુગ યુગના અંધાળા ટાળો..............(૨)
મન મંદિર સજાવું સજાવું............ (૨)
વંદે દેવી શારદા (૨)




એ માલિક તેરે બંદે હમ

એ માલિક તેરે બંદે હમ,ઐસે હો હમારે કદમ
નેકી પર ચલે ઔર બદી સે ટલે,
તાકી હંસતે હુએ નિકલે દમ... હે માલિક..
હે અંધેરા ધના છા રહા,તેરા ઇન્સાન ધબરા રહા,
વો રહા બેખબર,કુછ ન આતા નજર,
સુખ કા સૂરજ છૂપા જા રહા,
હૈ તેરી રોશની મે હો દમ, તૂ અમાવસ કો કર દે પૂનમ,
નેકી પર ચલે ઔર બદી સે ટલે,
તાકી હંસતે હુયે નિકલે દમ...
જબ જુલમો કા હો સામના,તબ તુ હી હમેં થામના,
જો બુરાઈ કરે, હમ ભલાઈ કરે,
નહીં બદલે કી ભાવના,
જબ ઉઠે પ્યાર કા હર કદમ, ઔર મિટે બૈર કા યહ ભરમ,
નેકી પર ચલે, ઔર બદી સે ટલે,
તાકી હંસતે હુયે, નિકલે દમ... હે માલિક


પ્રાણીમાત્રને રક્ષણ આપ્યું,માન્યા સમ સહુને

પ્રાણીમાત્રને રક્ષણ આપ્યું,માન્યા સમ સહુને,
પૂણ અહિંસા આચરનારા નમન,તપસ્વી મહાવીરને,
જનસેવાના પાઠ શીખવ્યા,મધ્યમ માગ બતાવીને
સંન્યાસીનો ધમ ઉજાળ્યો,વંદન કરીએ બુદ્વ તને,
એક પત્નીવ્રત પૂરણ પાળયું ટેક વણીને જીવતરમાં
ન્યાય નીતિરૂપ રામ રહેજો,સદા અમારા અંતરમાં,
સઘળાં કાયો કયા છતાંયે, રહયાં હંમેશા નિલેષી,
એવા યોગી કૃષ્ણ પ્રભુમાં,રહેજો અમ મનડાં ખૂંચી,
પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈશુ જે ક્ષમા સિંધુને વંદન હો,
રહમ નેકીનાં પરમ પ્રચારક હઝરત મહંમદ દિલે રહો.
જરથોસ્તીનાં ધમ ગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો,
સર્વધર્મ સંસ્થાપક સ્મરણે વિશ્વશાંતિમાં ખપ લાવો.


તેરી પનાહ મેં હમે રખના

તેરી પનાહ મેં હમે રખના
શીખે હમ નેક રાહ પર ચલના.......

કપટ, કર્મ, ચોરી, બેઈમાની,
ઔર હિંસા સે હમ કો બચાના,
નાલી કા બન જાયે ના પાની
નિર્મલ ગંગા જલ હી બનાના
અપની નિગાહે મેં હમે રખના
શીખે હમ નેક રાહ પર ચલના.......

ક્ષમાવાનતુજ સાકોઈનહી.
ઔર મુજસાકોઈનહી અપરાધી,
પુણ્ય કી નગરી મેં ભી મૈને
પાપો કી ગઠરી બાંધી
કરુણા કી છાઁવ મેહ મે રખના,
શીખે હમને કરાહ પર ચલના....


હમકો મનકી શક્તિ દેના

હમકો મનકી શક્તિ દેના, મન વિજય કરે
દૂસરોંકી જયસે પહેલે ખૂદકો જય કરેં
ભેદભાવ અપને દિલસે સાફ કર સકે
દોસ્તોસે ભૂલ હો તો માફ કર સકે
જૂઠસે બચેં રહે, સચકા દમ ભરેં
દૂસરોંકી જયસે પહેલેં ખૂદકો જય કરેં
મુશ્કીલેં પડે તો હમ પે, ઈતના કર્મ કર
સાથ હૈં તો ધર્મકા ચલેં તો ધર્મ પર
ખુદ પે હોંસલા રહે બદીસે ના ડરેં
દૂસરોંકી જયસે પહેલે ખૂદકોં જય કરેં


જૈસે સૂરજ કી ગરમી સે જલતે હુએ તનકો

જૈસે સૂરજ કી ગરમી સે જલતે હુએ તનકો,મિલ જાએ તરુવરકી છાયા,
ઐસા હી સુખ મેરે મનકો મિલા મૈ જબસે શરણ તેરી આયા,...મેરે રામ..

ભટકા હુઆ મેરા મન થા,કોઈ મિલ ના રહા થા સહારા,
લહેરો સે લડતી હુઈ નાવકો જૈસે મિલ ના રહા હો કિનારા,
ઉસ લડખડાતી હુઈ નાવકો  જો કીસીને કિનારા દિખાયા...ઐસા હી...

શીતલ બને આગ ચંદનકે જૈસી,રાઘવ કૃપા હો જો તેરી,
ઉજીયાળી પૂનમ કી હો જાયે રાતેં,જ્યોતિ અમાવાસ અંધેરી.
યુગયુગસે પ્યાસી મરુભૂમિને જૈસે પાની કા સંદેશ પાયા.....ઐસા હી..

જિસ રાહ કી મંઝિલ તેરા મિલન હો,ઉસ પર કદમ મૈ બઢાઉ,
ફૂલોમે તારો મેં પતઝડ બહારો મેં મૈ ના કભી ડગમગાઉ
પાની કે પ્યાસે કો તકદીર ને જૈસે જી ભરકે અમૃત પિલાયા....ઐસા હી....


નૈયા ઝુકાવી મે તો જો જે ડુબી જાય ના

નૈયા ઝુકાવી મે તો જો જે ડુબી જાય ના
ઝાખો – ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના
સ્વાર્થ નુ સંગીત ચારે કોર બાજે
કોયનથી કોઈનુ આ દુનીયા માં આજે
તનનો તંબુરો જો જે બે સુરો થાય ના
ઝાખો – ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના
પાપને પુણ્યના ભેદ ડ ભુલાતા
રાગ ને દવેષ આજે ઘટઘટ ધુટાંતા
જો જે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના
ઝાખો – ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના
શ્રદધાના દિવડાને જલતો જ રાખજે
નીરાદીન સ્નેહ કેરુ તેલ ઓમા નાખજે
મનના મદીરયામાં જો જે અંધારુ થાય ના
ઝાખો – ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના


એક જ દે ચિનગારી મહાનલ

એક જ દે ચિનગારી મહાનલ !
એક જ દે ચિનગારી
ચકમક લોઢું ઘસતાં ઘસતાં
ખરચી જિંદગી સારી....મહાનલ
જામગરીમાં તણખો ન પડયો
ન ફળી મહેનત ભારી.....મહાનલ
ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો
સળગી આભ અટારી......મહાનલ
ના સળગી એક સગડી મારી
વાત વિપતની ભારી........મહાનલ
ઠંડીમાં મુજ કાયા થથરે
ખૂટી ધિરજ મારી.........મહાનલ
વિશ્ર્વાનલ હું અધિક ન માંગુ
માંગુ એક ચિનગારી........મહાનલ


ઓ કરુણાનાકરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી

ઓ કરુણાનાકરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી
ઓ સંકટના હરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી
ઓ કરુણાના.......
મેં પાપ કર્યા છે એવા હું ભુલ્યો તારી સેવા
મારી ભુલોના ભુલનારા,તારી કરુણાનો કોઈ પાર નથી
ઓ કરુણાના.....
મને જડતો નથી કિનારો,મારો કયાંથી આવે આરો
મારા સાચા સેવન હારા, તારી કરુણાનો કોઈ પાર નથી
ઓ કરુણાના......
હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી
અવળી-સવળી કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી
ઓ કરુણાના.......


ઈતની શકિત હમે દેના દાતા

ઈતની શકિત હમે દેના દાતા,
ઈતની શકિત હમેં દેના દાતા,
મનકા વિશ્વાસ કમજોર હોના,
હમ ચલે નેક રસ્તે પે હમસે,
ભૂલ કરભી કોઈ ભૂલ હોના,ઈતની શકિત
દૂર અજ્ઞાન કે હો અંધેરે
તુ હમે જ્ઞાન કી રોશની દે
હર બુરાઈ સે બચતે રહે હમ
જિતની ભી દો, ભલી જિંદગી હો,
બૈર હોના કિસીકો કિસીસે
ભાવના મન મે બદલે કી હોના
હમ ચલે નેક રસ્તે, ઈતની શકિત
હમ ના સોચેં હમે કયા મિલા હે
હમ યે સોચે કિયા કયા હૈ  અર્પણ
ફુલ ખુશિયો કે બાંટે સભીકો
સબકા જીવન બનજાયે મધુવન
અપની કરૂણા કા જલ તુમ બહાકર
કરદે પાવન હર એક મન કા કોના
હમ ચલે નેક રસ્તે, ઈતની શકિત.


ઓમ તત સત શ્રી નારાયણ તું,પુરૂષોતમ ગુરૂ તું

ઓમ તત સત શ્રી નારાયણ તું,પુરૂષોતમ ગુરૂ તું,
સિધ્ધ બુધ્ધ તું સ્કંદ વિનાયક,સવિતા પાવક તું,
બ્રહમ તેજ તું રાહુલ શકિત તું, ઈસુ પિતા પ્રભુ તું,
રુદ્ર વિષ્ણુ તું રામ-કૃષ્ણ તું, રહીમ તારણો તું
વાસુ દેવ તું, વિશ્વરૂપ તું, ચિદાનંદ  હરિ તું,
અધિતિય તુ, અકાલ નિર્ભય, આત્મલિંગ શિવ તું.....(2)
ઓમ તત સત શ્રી નારાયણ તુ,પુરૂષોતમ ગુરૂ તું
ઓમ તત સત શ્રી નારાયણ તું,પુરૂષોતમ ગુરૂ તું,
સિધ્ધ બુધ્ધ તું સ્કંદ વિનાયક,સવિતા પાવક તું,
બ્રહમ તેજ તું રાહુલ શકિત તું,ઈસુ પિતા પ્રભુ તું,
રુદ્ર વિષ્ણુ તું રામ-કૃષ્ણ તું, રહીમ તારણો તું
વાસુ દેવ તું, વિશ્વરૂપ તું, ચિદાનંદ  હરિ તું,
અધિતિય તુ, અકાલ નિર્ભય, આત્મલિંગ શિવ તું.....(2)
ઓમ તત સત શ્રી નારાયણ તુ,પુરૂષોતમ ગુરૂ તું


મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે..

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે..

દીન, ક્રૂર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે,
કરુણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્ત્રોત વહે..

માર્ગ ભૂલેલા જીવનપથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત ઘરું...

ચિત્રભાનું ની ધર્મ ભાવના, હૈયે સહુ માનવ લાવે,
વેરઝેરના પાપ ત્યજીને, મંગળ ગીતો એ ગાયે...


તુમ્હી હો માતા પિતા તુમ્હી હો

તુમ્હી હો માતા પિતા તુમ્હી હો
તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો
તુમ્હી હો સાથી તુમ્હી સહારે
કોઇ ન અપના સિવા તુમ્હારે.......
તુમ્હી

તુમ્હી હો નૈયા તુમ્હી ખેવૈયા
તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો
જો ખીલ શકે ના વો ફુલ હમ હે
તુમ્હારે ચરણોકી ધુલ હમ હૈ..
દયાકી દ્રષ્ટિ સદા હી રખના.
તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો



યા કુન્દેન્દુ તુષાર- હાર ધવલા

યા કુન્દેન્દુ તુષાર- હાર ધવલા, યા શુભ્ર, વસ્ત્રામ્વૃતા !
યા વીણા- વર – દંડ – મંડિત કરા,યા શ્વેત પદ્માસના, ! !
યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિમિ,દેવૈ:સદા – વંદિતા !
સા માસ્ પાતુ સરસ્વતી ભગવતી, નિ: શેષ જાડ્યાપહા ! !


હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ

હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ,
શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ,
જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…
વળી કર્મનાં યોગે કરી જે કુળમાં એ અવતરે,
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે,
લાખ ચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…
સુસંપત્તિ, સુવિચાર ને સતકર્મનો દઈ વારસો,
જન્મો જનમ સતસંગથી કિરતાર પાર ઉતારજો,
આ લોક ને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…
મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં આશા ઉરે એવી નથી,
દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી,
સાચું બતાવી રૂપ શ્રી પ્રભુજી હૃદયે સ્થાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…




અસત્યો માંહેથી, પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.
પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.


રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ

રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ-
સીતારામ સીતારામ, પતિત પાવન સીતારામ.
ઈશ્વર-અલ્લહ તેરે નામ, સબકો સન્મતિ દે ભગવાન-
મંદીર મસ્જિદ તેરે ધામ, સારે જગ મેં તેરા નામ.
રાત્રે નિદ્રા દિવસે કામ, ક્યારે ભજીશું હરિનું નામ-
કરતા જઈશું ઘરનું કામ, લેતા જઈશું હરિનું નામ.
રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ.







મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા … મુખડાની માયા
સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું
તેને તુચ્છ કરી દેવું રે, મોહન પ્યારા … મુખડાની માયા
સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું,
તેને તો શીદ યાચું રે, મોહન પ્યારા … મુખડાની માયા
પરણું તો પ્રિતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
રાંડવાનો નાવે વારો, મોહન પ્યારા … મુખડાની માયા
મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી
સંસારથી રહી ન્યારી રે, મોહન પ્યારા … મુખડાની માયા




વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા

વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠિન યુગ તણો બળાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,
આ જિંદગી થઇ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.




ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહી

ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહી
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી
અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનના કાળજાં, પથ્થર બની છૂંદશો નહી
કાઢી મુખેથી કાળિયા, મોંમા દઈ મોટા કર્યા
અમૃત તણા દેનાર સામે, ઝેર ઉછાળશો નહી
લાખો લડાવ્યા લાડ તમને, કોડ સહુ પુરા કર્યા
એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહી
લાખો કમાતા હો ભલે, માબાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહી
સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહી
ભીને સૂઈ પોતે અને સૂકે સૂવાડ્યા આપને
એની અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહી
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહી
ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહી
એનાં પુનિત ચરણો તણી, કદી ચાહના ભૂલશો નહી.



મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીનાં વન
મારા પ્રાણ જીવન….મારા ઘટમાં.
મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી
મારી આંખો દીસે ગિરિધારી રે ધારી
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મુરારિ…..મારા ઘટમાં.
હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભ પ્રભુજીનાં કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન…..મારા ઘટમાં.
હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું … મારા ઘટમાં.
મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો … મારા ઘટમાં.
આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે
વારે વારે માનવદેહ ફરી ન મળે
ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે
મને મોહન મળે … મારા ઘટમાં.
મારી અંત સમય કેરી સુણો રે અરજી
લેજો શરણોમાં શ્રીજીબાવા દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે … મારા ઘટમાં..




જીવન અંજલિ થાજો

જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !
વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !



મંગલ મંદિર ખોલો, દયામય

મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !
જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યો, લ્યો; … દયામય !
નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો … દયામય !



વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે રાખો અમને શરણે રે

વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે રાખો અમને શરણે રે.
અંતરની છે અરજ અમારી ધ્યાન ધરીને સુણજો રે … વંદન કરીએ.
પહેલું વંદન ગણપતિ તમને, રિદ્ધિ સિદ્ધિ આપો રે,
બીજું વંદન માત સરસ્વતી, સત્ય વાણી અમ આપો ને … વંદન કરીએ.
ત્રીજું વંદન ગુરુજી તમને, વિદ્યા માર્ગે વાળો રે,
ચોથું વંદન માતપિતાને, આશિષ અમને આપો રે … વંદન કરીએ.
પાંચમું વંદન પરમેશ્વરને, સદબુદ્ધિને આપો રે,
વિનવે નાનાં બાળ તમારાં, પ્રભુ ચરણમાં રાખો રે … વંદન કરીએ.



જળકમળ છાંડી જાને બાળા

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે … જળકમળ
કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીયો
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ … જળકમળ
નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીયો,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ … જળકમળ
રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો … જળકમળ
મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો … જળકમળ
લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરીયો,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ … જળકમળ
શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીયો,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ …જળકમળ
ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો … જળકમળ
બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … જળકમળ
નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહુ દુ:ખ આપશે
મથુરા નગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … જળકમળ
બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … જળકમળ
થાળ ભરીને નાગણે સર્વે, મોતીડે કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો … જળકમળ



વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે

વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ જન
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે’ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ જન
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે… વૈષ્ણવ જન
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે… વૈષ્ણવ જન
વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે… વૈષ્ણવ જન



ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું

ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું,
બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું … ૐ તત્સત્
રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું,
વાસુદેવ ગો-વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;
અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મ-લિંગ શિવ તું … ૐ તત્સત્
ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું … ૐ તત્સત્